તાંબાના ભાવોએ પાછલા તમામ રેકોર્ડ તોડયા : ઓલટાઈમ હાઈ

તાંબાના ભાવોએ પાછલા તમામ રેકોર્ડ તોડયા : ઓલટાઈમ હાઈ

નવી દિલ્હી તા.૯
કિંમતી ધાતુઓની વાત આવે છે, ત્યારે સોના-ચાંદી સૌથી ઉપર રહે છે. રોકાણકારો પણ ગોલ્ડ-સિલ્વરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ હાલની વાત કરીએ તો, કોપર નવું સોનું બનતું જોવા મળી રહ્યું છે. તેની માગ વધવાની સાથે જ કોપરની કિંમત પણ ઝડપથી ઉછળી રહી છે. તાંબાના ભાવોએ પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હાલમાં તાંબાનો ભાવ તેની ઓલ ટાઈમ હાઈ સપાટી પ્રતિ મેટ્રીક ટન ૧૪,પ૧૦ ડોલર થઈ ગયા છે.