નંબર પ્લેટ વિનાના વાહનો સામે ૧૪ ઓકટોબર સુધી રાજયવ્યાપી ઝુંબેશ ચાલુ રહેશે
ગાંધીનગર તા.૯
રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય છે. કેટલાક વાહનચાલકો દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવું અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું ગંભીર વલણ જોવા મળે છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી સમગ્ર રાજ્યમાં તા. ૦૧/૦૯/૨૦૨૬ થી તા.૧૪/૧૦/૨૦૨૬ સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.


