મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં આજે શુક્રવારની નમાઝ અને પૂજા એકસાથે : લોખંડી બંદોબસ્ત તૈનાત

મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં આજે શુક્રવારની નમાઝ અને પૂજા એકસાથે : લોખંડી બંદોબસ્ત તૈનાત

ધાર તા.૨૩
મધ્ય પ્રદેશના ધાર સ્થિત વિવાદિત ધામિર્ક સ્થળ ભોજશાળામાં વસંત પંચમી પર શુક્રવારે પૂજા અને નમાઝ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં 
આવી છે. હિંદુ શ્રદ્ધાળુઓએ સૂર્યોદય સાથે વાગ્દેવી (મા સરસ્વતી)ની પૂજા શરૂ કરવાની સાથે હવન અને પાઠ સૂર્યાસ્ત સુધી કરવામાં આવશે.
અહીં, એક અલગ વિસ્તારમાં બપોરે ૧ થી ૩ વાગ્યા સુધી શુક્રવારની નમાઝ પણ અદા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે વસંત પંચમી પર પૂજા અને શુક્રવારે નમાઝની જ પરવાનગી હોય છે, પરંતુ જ્યારે બંને એક જ દિવસે આવે છે ત્યારે તણાવની સ્થિતિ સર્જાય છે.
કાયદો અને વ્યવસ્થા 
જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ સાથે ઝ્રઇઁહ્લ અને રેપિડ એક્શન ફોર્સના ૮૦૦૦ થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્તારની દેખરેખ ઝ્રઝ્ર્ફ, ડ્રોન અને છૈં ટેકનોલોજીથી કરવામાં આવી રહી છે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસની અરજી પર સુનાવણી કરતા હિન્દુ પક્ષને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વાગ્દેવીની પૂજા કરવાની સંપૂર્ણ છૂટ આપી છે. સાથે જ મુસ્લિમ પક્ષને બપોરે ૧ થી ૩ વાગ્યા સુધી જુમ્માની નમાઝ અદા કરવાની મંજૂરી આપી છે. કોર્ટે પ્રશાસનને શાંતિ અને સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હતા.