યુધ્ધનો અંત લાવવા ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ’ ફેંકવાની ટ્રમ્પની યોજના

યુધ્ધનો અંત લાવવા ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ’ ફેંકવાની ટ્રમ્પની યોજના

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૬
અમેરિકા પોતાના સૌથી તાકતવર બોમ્બથી ઈરાન પર હુમલાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંઘર્ષને ખતમ કરવા માટે અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.
તેમાંથી એક છે દેશનો સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ જીબીયુ ૪૩/બી મેસીવ ઓર્ડીનેન્સ એર બ્લાસ્ટ (એમઓએબી) નો ઉપયોગ એને સામાન્ય રીતે મધર ઓફ ઓલ બોમ્બ પણ કહેવામાં આવે છે. ટ્રમ્પે સેનાને ઈવાનનાં ઠેકાણા ખાસ કરીને ઉર્જા માળખાને નિશાન બનાવવા યોજનાઓ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. એમઓએબી બોમ્બથી ઈરાનના પરમાણું ઠેકાણા પર હુમલા કરવાની યોજના છે. પિકેકસ માઊન્ટેનને પણ ઠેકાણુ બનાવી શકાય છે. અમેરિકા અને ઈઝરાયેલનું માનવુ છે કે ઈરાને અહીં પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા ભાગો અથવા ઉપકરણો રાખ્યા છે.