ર૦ર૮માં યોજાનારી મહિલા ટી-ર૦ વિશ્વકપની યજમાની પાકિસ્તાન કરશે : ભારત માટે હાઈબ્રિડ મોડેલ અપનાવાશે

ર૦ર૮માં યોજાનારી મહિલા ટી-ર૦ વિશ્વકપની યજમાની પાકિસ્તાન કરશે : ભારત માટે હાઈબ્રિડ મોડેલ અપનાવાશે

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૪
પાકિસ્તાન ૨૦૨૮માં યોજાનારા મહિલા ટી-૨૦ વિશ્વ કપની તમામ મેચોની યજમાની કરવાનો પ્રયાસ કરશે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રવર્તમાન હાઇબ્રિડ મોડેલ હેઠળ ભારતીય ટીમની મેચો સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં યોજાઈ શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આ ટૂર્નામેન્ટ દરમિયાન ભારતની ભાગીદારી વાળી મેચોને બાદ કરતાં બાકીની તમામ મેચો પોતાના દેશમાં જ યોજવા માંગે છે.
અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે કે ૧૨ ટીમોવાળો આ મહિલા ટી૨૦ વિશ્વ કપ ૭ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૮ સુધી રમાશે. પાકિસ્તાનને આ ટૂર્નામેન્ટની મુખ્ય યજમાની સોંપવામાં આવી છે, પરંતુ ભારતીય ટીમની મેચો માટેના વૈકલ્પિક સ્થળ અંગે હજુ સુધી કોઈ અંતિમ ર્નિણય લેવાયો નથી.