ન્યુઝીલેન્ડની સંસદમાં ઐતિહાસીક નિર્ણય ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજુરી આપી

ન્યુઝીલેન્ડની સંસદમાં ઐતિહાસીક નિર્ણય ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજુરી આપી

ઓકલેન્ડ, તા.૧૬
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ લાગુ કરતા કાયદાને બહુમતીથી પસાર કરી દીધો છે.
આ ઐતિહાસિક કરાર અંતર્ગત ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને ૧૦૦ ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.
સંસદમાં આ બિલના સમર્થનમાં ૯૩ અને વિરોધમાં માત્ર ૨૯ વોટ પડ્યા હતા. દેશહિત અને ભારત સાથેના વેપારને મજબૂત કરવાના હેતુથી મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ પણ આનું ખુલીને સમર્થન કર્યું હતું.
આ સમજૂતી હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારત આવતી આશરે ૯૫ ટકા નિકાસ પર લાગતો ટેક્સ કાં તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા તો ખૂબ જ ઓછો કરવામાં આવશે. એગ્રિમેન્ટ અમલી બનતાની સાથે જ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી તુરંત શૂન્ય થઈ જશે.