વડાપ્રધાન મોદી ચાલુ વર્ષના અંતે કેનેડાના પ્રવાસે જશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૧ અને ૧૨ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ કેનેડાના સત્તાવાર પ્રવાસે જશે. ઓટાવા સ્થિત ભારતીય હાઈકમિશન દ્વારા પોતાનાં અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઉચ્ચસ્તરીય મુલાકાત અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે અત્યંત સૌહાર્દપૂર્ણ ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં જાેવા મળી રહેલી સકારાત્મક ગતિને આગળ ધપાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય વેપાર, સ્વચ્છ ઉર્જા, આધુનિક ટેકનોલોજી, સુરક્ષા અને બે દેશોના લોકો વચ્ચેના પારસ્પરિક સંબંધો જેવા મુખ્ય ક્ષેત્રોમાં નક્કર પરિણામો મેળવવા પર વિસ્તૃત ચર્ચા થશે.


