મથુરા નજીક યમુના એકસપ્રેસ-વે પર ભયાનક અકસ્માત : ૮ના મોત

મથુરા નજીક યમુના એકસપ્રેસ-વે પર ભયાનક અકસ્માત : ૮ના મોત

(એજન્સી)                 મથુરા તા.૭ :
ઉત્તર પ્રદેશમાં મથુરા જિલ્લાના સુરીર કોતવાલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં યમુના એક્સપ્રેસ-વે પર પુરપાટ ઝડપે આવી રહેલા એક કાળમુખા કન્ટેનરે બસમાંથી નીચે ઉતરી ગયેલા મુસાફરોને અડફેટે લેતા ૮ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. સુરીર કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા યમુના એક્સપ્રેસ-વે ઉપર એક ખાનગી બસ રસ્તા પર ઉભી હતી, તેમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી ધસમસતા આવેલા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો હતો અને મુસાફરોને કચડી નાખ્યા હતા.