વ્યાજદર હજી ઘટશે : લોન સસ્તી થશે : રીઝર્વ બેંકના ગવર્નરે સંકેત આપ્યો
(એજન્સી) મુંબઇ તા.૨૫:
આગામી સમયમાં હોમ અથવા કાર લોન સસ્તી થઈ શકે છે. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ તેના સંકેત આપ્યા છે. તેમણે એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, રેપો રેટમાં ઘટાડો થવાની સંભાવના હજી પણ રહેલી છે. મલ્હોત્રાએ કહ્યું કે, ઓક્ટોબરમાં યોજાયેલી સ્ઁઝ્ર (નાણા નીતિ સમિતિ)ની બેઠકમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, રેપો રેટમાં ઘટાડાની સંભાવના છે. ત્યારથી અમને જે વ્યાપક આર્થિક આંકડા મળ્યા છે, તેનાથી એવું નથી લાગતું કે વ્યાજ દરોમાં ઘટાડો થવાની સંભાવના ઓછી થઈ છે. ચોક્કસપણે ઘટાડાની સંભાવના છે, પરંતુ આગામી બેઠકમાં આ અંગે કોઈ ર્નિણય લેવાશે કે નહીં, તે સમિતિ પર ર્નિભર કરે છે. રિઝર્વ બેન્કે સોમવારે જાહેર કરેલા એક બુલેટિનમાં જણાવ્યું છે કે, વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્રમાં વધુ તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબર માટે ઉપલબ્ધ ઁસ્ૈં, ય્જી્ કલેક્શન, વીજ વપરાશ, ઇ-વે બિલ વગેરેના આંકડા મેન્યુફેક્ચરિગ અને સવિર્સ એક્ટિવિટી બન્નેમાં મજબૂતીનો સંકેત આપે છે. આને તહેવારોની માંગ અને સુધારાઓથી સમર્થન મળ્યું છે.


