શેરબજારમાં સક્રીય રોકાણકારો, ટ્રેડિંગ અને ટર્નઓવરમાં ગુજરાતનો બીજાે ક્રમ
(એજન્સી) અમદાવાદ તા.20:
ગુજરાતીઓની ઓળખ વેપારી અને શેરબજારમાં રોકાણ કરનારા લોકો તરીકેની છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નાણાકીય વર્ષ 2025-26ના ડેટા મુજબ, સક્રિય રોકાણકારો અને ટ્રેડિગ ટર્નઓવર બંને બાબતમાં ગુજરાત બીજા ક્રમે કહ્યું છે. બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં ગુજરાતી રોકાણકારોની સહભાગિતા ઉચ્ચ સ્તરે જોવા મળી છે.
NSEના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતના 46 લાખ રોકાણકારોએ ઓછામાં ઓછી એક વખત ટ્રેડિગ કર્યું હતું. આ આંકડો દેશના કુલ એક્ટિવ વ્યક્તિગત રોકાણકારોનો 12.5% હિસ્સો છે. આ રોકાણકારોએ કેશ માર્કેટમાં કુલ રૂ. 18.5 લાખ કરોડનું ટર્નઓવર કર્યું હતું. રાજ્યમાં કુલ 1.10 કરોડ નોંધાયેલા રોકાણકારોમાંથી લગભગ 42% રોકાણકારોએ નાણાકીય વર્ષ 26માં ઓછામાં ઓછી એકવાર સોદા કર્યા હતા. તેમ એક અહેવાલ જણાવે છે.


