કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર મોંઘવારી ભથ્થુ 63 ટકા થઈ શકે
(એજન્સી) નવી દિલ્હી તા.2:
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હવે એપ્રિલ 2026ના ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સના હાલના આંકડા સામે આવ્યા પછી આ આશા પ્રબળ બની છે કે સરકાર જુલાઈ 2026થી લાગુ થનારા આગામી DA સુધારામાં 3 ટકા સુધીનો વધારો કરી શકે છે. જો કે, અંતિમ ર્નિણય મે અને જૂન 2026ના મોંઘવારીના આંકડા પર ર્નિભર રહેશે, પરંતુ હાલમાં ઉપલબ્ધ ડેટા કર્મચારીઓ માટે સકારાત્મક સંકેત આપી રહ્યો છે.
શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એપ્રિલ 2026માં ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ ઇન્ડેક્સ વધીને 149.9 પોઇન્ટ પર પહોંચી ગયો છે, જ્યારે માર્ચ 2026માં તે 149.1 પોઇન્ટ હતો. આ સાથે ઔદ્યોગિક શ્રમિકોનો મોંઘવારી દર પણ 4.27% થી વધીને 4.46 ટકા થઈ ગયો છે. આ સતત વધતી મોંઘવારી દર્શાવે છે, જેની સીધી અસર મોંઘવારી ભથ્થાની ગણતરી પર પડે છે.


