અમેરીકામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ

અમેરીકામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ
AI Image

(એજન્સી)      વોશિંગ્ટન,તા.2:
યુએસની એક એજન્સીએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે 30 ભારતીયોની ધરપકડ કરી છે. એજન્સીનું કહેવું છે કે આ તમામ વ્યક્તિઓને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે. આ ભારતીય નાગરિકો કોમશિર્યલ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ધરપકડ કરાયેલા તમામ ભારતીય ડ્રાઈવરો પાસે કેલિફોનિર્યા, ન્યુ યોર્ક, વોશિગ્ટન અને વજિર્નિયા જેવા રાજ્યોના કોમશિર્યલ ડ્રાઇવિગ લાઇસન્સ હતા. બિડેન વહીવટ દરમિયાન જારી કરાયેલા રોજગાર અધિકૃતતા દસ્તાવેજો તેમની પાસેથી મળી આવ્યા હતા, જે હવે અમાન્ય છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 11-15 મેના સપ્તાહના અંતે એરિઝોનાના યુમા સેક્ટરમાં બોર્ડર પેટ્રોલ એજન્ટો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ચેકમેટ દરમિયાન ૫૩ લોકોની અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 36 લોકો સેમી-ટ્રક ચલાવતા મળી આવ્યા હતા.