અમેરિકામાં નૃવંશ હત્યાકાંડ : પિતાએ જ તેના 7 સંતાનો સહિત 8 બાળકોની કરપીણ હત્યા કરી નાંખતા હાહાકાર

અમેરિકામાં નૃવંશ હત્યાકાંડ : પિતાએ જ તેના 7 સંતાનો સહિત 8 બાળકોની કરપીણ હત્યા કરી નાંખતા હાહાકાર

વોશિંગ્ટન, તા.૨૦
અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક 31 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 8 નિર્દોષ બાળકોની હત્યા કરી દીધી હતી, જેમાંથી 7 બાળકો તો તેના પોતાના જ હોવાનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલાખોરની ઓળખ શમર એલ્ક્નિસ તરીકે થઈ છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોમાં 3 થી 11 વર્ષની વયના ત્રણ છોકરાઓ અને પાંચ છોકરીઓનો સમાવેશ થાય છે. આ આખી ઘટના ત્રણ અલગ-અલગ ઘરોમાં બની હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.
આ ભયાનક હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એલ્ક્નિસે સૌ પ્રથમ તેની પત્ની પર ગોળીબાર કર્યો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તે અન્ય મકાનોમાં ગયો જ્યાં તેણે આઠ બાળકો અને અન્ય એક મહિલા પર ગોળીઓ ચલાવી.
મૃતક બાળકોમાં સાત સગા ભાઈ-બહેન અને એક પિતરાઈ ભાઈનો સમાવેશ થાય છે. આ હુમલામાં અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જે આઠમા બાળકની માતા હતી. ઘટના દરમિયાન એક 13 વર્ષના છોકરાએ ઘરના ધાબા પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.