ગોવાની સાધ્વી સૈલ મિસ ઈન્ડિયા - 2026 બની

ગોવાની સાધ્વી સૈલ મિસ ઈન્ડિયા - 2026 બની

ભુવનેશ્વર,તા.20: 
ઓડિશાના ભુવનેશ્વરની કલિગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી(KIIT)માં યોજાયેલી મિસ ઇન્ડિયા 2026માં ગઈ કાલે ગોવાની સાધ્વી સૈલે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી લીધો હતો. જ્યારે બીજા સ્થાને રનર - અપ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર રહી હતી. ગયા વખતની મિસ ઇન્ડિયા નિકિતા પોરવાલે સાધ્વીને વિનરનો તાજ પહેરાવ્યો હતો. હવે સાધ્વી સૈલ આગામી વર્ષે યોજાનારી મિસ વર્લ્ડ 2027માં ભાગ લેવા જશે.