સીએમ યોગી આદિત્યનાથની તહેવાર ટાણે ચેતવણી, યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજાે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે લોકભવન સભાગારમાં ઉજ્જવલા યોજનાની પાત્ર મહિલાઓને મફત સિલિન્ડર રિફિલની ભેટ આપી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા) લખનૌ, તા.૧૫
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે લોકભવન સભાગારમાં ઉજ્જવલા યોજનાની પાત્ર મહિલાઓને મફત સિલિન્ડર રિફિલની ભેટ આપી. આ પ્રસંગે, રિફિલની રકમ સીધી મહિલાઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મંચ પર પ્રતિકાત્મક રીતે ૧૦ મહિલાઓને રિફિલની રકમ પ્રદાન કરી. આ ઉપરાંત, મુખ્યમંત્રી યોગીએ ઉજ્જવલા યોજનાની ૧.૮૬ કરોડ લાભાર્થી મહિલાઓના ખાતામાં કુલ રૂ.૧૫૦૦ કરોડની સબસિડી જમા કરાવી છે.
આ અવસરે બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે ૨૦૧૪ પહેલા ગરીબ મહિલાઓ લાકડા અને કોલસા પર રસોઈ બનાવતી હતી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હતી અને તેમને આજીવન સારવાર કરાવવી પડતી હતી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી ગરીબોને મફત ગેસ કનેક્શન મળ્યા, જેનાથી મહિલાઓનું જીવન વધુ સરળ બન્યું છે. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે ૨૦૧૭ પહેલા યુપીમાં ફક્ત સૈફઈ પરિવારનું જ વર્ચસ્વ હતું. પરંતુ, અમારા માટે તો આખો પ્રદેશ જ એક પરિવાર સમાન છે. અગાઉ, સમાજવાદી પાર્ટી (સપા)ની સરકાર તોફાનીઓ સામે નમતી હતી અને ગુનેગારોને ટેકો આપતી હતી. જાેકે, અમે દૃઢ નિશ્ચય કર્યો છે કે, હવે જાે કોઈ દીકરી સાથે છેડછાડ કરશે, તો તેને આગામી ચાર રસ્તા પર જ યમરાજના દર્શન થઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જાે કોઈને યમરાજ પાસે ટિકિટ કરાવવી હોય, તો તે કોઈ દીકરી સાથે છેડછાડ કરીને જુએ, આગળના ચાર રસ્તા પર યમરાજ રાહ જાેઈ રહ્યા હશે. અમે સ્પષ્ટ કર્યું છે કે દરેક દીકરી, દરેક વેપારી, દરેક ગરીબ અને દરેક દલિતની સાથે સરકાર ઊભી રહેશે અને તેમને સુરક્ષા પૂરી પાડશે. જાે કોઈ વ્યક્તિ ઉત્સાહ અને ઉમંગના માહોલમાં ખલેલ પહોંચાડશે, તો તેને જેલમાં ધકેલવામાં સહેજ પણ વિલંબ નહીં થાય. આ કારણે, આજે દરેક તહેવાર આનંદપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.
સીએમ યોગીએ અપીલ કરતા કહ્યું કે, દિવાળી નજીક આવી રહી છે, તેથી બધાએ ધ્યાન રાખીને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જાેઈએ. જે દીવો સળગાવો તે સ્થાનિક કુંભાર દ્વારા બનાવેલો હોવો જાેઈએ. મૂર્તિઓ માટે પણ સ્વદેશી મૂર્તિકારની બનાવેલી મૂર્તિઓ જ વાપરવી જાેઈએ. સાથે જ, દિવાળીના શુભ અવસરે કોઈ ગરીબ વ્યક્તિને અવશ્ય મદદ કરવી જાેઈએ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત મે ૨૦૧૬માં થઈ હતી. આ યોજના ખાસ કરીને ગ્રામીણ ભારતના રસોડાને ધુમાડાથી મુક્ત કરવામાં સફળ રહી છે. તદુપરાંત, તે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર થતા દુષ્પ્રભાવોને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૮૬ કરોડ પરિવારોને ઉજ્જવલા કનેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ઉજ્જવલાના લાભાર્થીઓને દર વર્ષે બે મફત એલપીજી રિફિલ આપવાનું નક્કી કર્યું છે. આ રિફિલનું વિતરણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બે તબક્કામાં કરવામાં આવશે, પ્રથમ તબક્કો ઓક્ટોબર ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ સુધી અને બીજાે તબક્કો જાન્યુઆરી ૨૦૨૬થી માર્ચ ૨૦૨૬ સુધી ચાલશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારે ?૧૫૦૦ કરોડની રકમની જાેગવાઈ કરી છે. હાલમાં, પ્રથમ તબક્કામાં આધાર પ્રમાણિત લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.


