CARS-24 તથા OLX   નામની એકના નામે ફોરવ્હીલ ગાડીઓ લે-વેચની કામગીરી કરી ૭૦.૯૦ લાખની છેતરપીંડી કરનાર મહાઠગને ઝડપી લેતી પોલીસ

CARS-24 તથા OLX   નામની એકના નામે ફોરવ્હીલ ગાડીઓ લે-વેચની કામગીરી કરી ૭૦.૯૦ લાખની છેતરપીંડી કરનાર મહાઠગને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ તા. ૩૦


CARS-24 તથા OLX નામની એકના નામેથી ફોરવ્હીલ ગાડીઓ લે-વેચની લોભામણી વાતો કરી અને ગ્રાહકોને લાલચ આપી ગુજરાતનાં વિવિધ શહેરોમાં ૧૧ જેટલા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી  રૂા.૭૦.૯૦ લાખનો તોડકાંડ કરનાર આરોપીને ઝડપી લેવામાં એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે.
જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે મુંબઈ ખાતેથી પીયુષ મહેશભાઈ પટેલ (ઉ.વ.૩૯) નામનાં શખ્સને ઝડપી લેવામાં આવેલ છે. આ શખ્સે અલગ અલગ નામે ફોરવ્હીલની લે-વેચ કરી અને ગ્રાહકોને સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે. ઉપરાંત જૂનાગઢમાંથી પણ બે થી ત્રણ ગુના છેતરપીંડીનાં તેમણે કર્યા હોવાનું મનાય છે. હાલ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. તપાસનાં અંતે વધુ કેટલીક માહિતી ખુલવા પામે તેવી શકયતા છે.