અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ‘શસ્ત્ર શૃંગાર‘ કરવામાં આવ્યો

અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ‘શસ્ત્ર શૃંગાર‘ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.14
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અમાસ નિમિત્તે તા.14-7-2026, મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને ચાંદીનો મયૂરાકારનો મુકુટ સાથે દિવ્ય શણગારધરાવી ‘શસ્ત્ર શૃંગાર‘ કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 7 શણગાર આરતીકોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીદ્વારાકરવામાં આવી હતી. દાદાને સુંદરવસ્ત્રો તેમજ કિંમતી આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાને વીરરસ અને શૌર્યરૂપ શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા. જેમાં ભાલા, તલવારો, ઢાલ, ધનુષ-બાણ, પરશુઅને કટાર જેવા પરંપરાગત શસ્ત્રો સાથે લાલ અને મરૂન રંગની શાહી ઢાલ શૃંગારની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. દાદાના દિવ્ય દર્શન હજારો ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.