આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના ૬ વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ
જૂનાગઢ તા. ૯
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જી.પી.કાઠીની યાદી જણાવે છે કે તાજેતર માં યોજાયેલ ખેલ મહાકુંભમાં જૂનાગઢ જીલ્લામાં (૧) રામ માહી ખીમજીભાઈએ અર્ચારીમાં અન્ડર-૧૪માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.(૨) રામ ઝીલ દીપકભાઈએ આર્ચરીમાં અન્ડર-૧૪માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. (૩)રાવલીયા રિયા દેવાતભાઈએ બેડમિન્ટનમાં અન્ડર-૧૪માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. (૪)હડિયા વેદાંશી નરેશભાઈએ બેડમિન્ટનમાં અન્ડર-૧૪માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. (૫)જેઠવા અગ્નિ દીપેનભાઈએ કરાટેમાં અન્ડર-૧૭માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. (૬) જેઠવા જય મિલનભાઈએ સ્કેટિંગમાં અન્ડર-૧૪માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.આ ઉપરાંત ૧૩ વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.આલ્ફા પરિવારે આ તમામ વિદ્યાથીઓને અભિનંદન પાઠવેલ છે.


