જૂનાગઢમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી
બળેવ પર્વ પ્રસંગે જનોઈ બદલવાની વિધી તેમજ પ્રસાદ ભોજનનાં કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ તા.ર૮
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે રક્ષાબંધન પર્વની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રાવણ સુદ-૧પ એટલે રક્ષાબંધન બળેવ પર્વની આજે સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. બહેન પોતાનાં ભાઈને કુમકુમ તિલક કરી ચોખાથી વધાવી દુ:ખણા લઈ અને ભાઈને આર્શિવાદ આપવા માટે વીરાનાં હાથે રાખડી બાંધી શુભકામનાં પાઠવે છે. જયારે ભાઈ પણ પોતાની બેનની રક્ષા માટેની જવાબદારી નિભાવવા કટીબધ્ધ બને છે. રક્ષાબંધન પર્વની આજે સર્વત્ર ઉજવણી થઈ રહી છે. સામાજીક સંસ્થા અને સેવાકીય મંડળો, શાળા કોલેજાે સહીતનાં સ્થળોએ આજે રક્ષાબંધન પર્વને ભાવભેર ઉજવવામાં આવ્યું છે.
આજે જનોઈ બદલવાનાં ઠેર ઠેર કાર્યક્રમો
શ્રાવણ સુદ-૧પ રક્ષાબંધન બળેવનાં આ પર્વ પ્રસંગે જનોઈ બદલવાનાં પણ ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. બ્રહ્મદેવો, ભૂદેવો, સંતો તેમજ લોહાણા રઘુવંશી, ક્ષત્રિયો સહીત યજ્ઞોપવિત ધારણ કરનાર ભાવિકો દ્વારા આજે શુભ મુર્હુતે જનોઈ બદલવાની વિધી કરવામાં આવી હતી. તેમજ જનોઈ બદલવાની વિધી સાથે પ્રસાદ ભોજનનાં કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.


