જેસલમેરથી અમદાવાદ આવતી લકઝરી બસ સળગી : ૧ મુસાફર જીવતો ભડથુ

જેસલમેરથી અમદાવાદ આવતી લકઝરી બસ સળગી : ૧ મુસાફર જીવતો ભડથુ

(બ્યુરો)      અમદાવાદ, તા.૧૩
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે બનેલી ઘટનામાં ગત મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે ૩:૩૦ વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી.જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું.