હવે લાઈસન્સ વગર દુધ નહીં વેચી શકાય : નવો નિયમ
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩:
દેશભરમાં દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ દૂધ ઉત્પાદન અને વેચાણ માટે લાઇસન્સિંગ ફરજિયાત બનાવ્યું છે. હવે, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા યોગ્ય નોંધણી કે લાઇસન્સ વિના દૂધનો વેપાર કરી શકશે નહીં. ડેરી સહકારી મંડળીઓના સભ્યોને લાઇસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં.


