મુંબઈ શેરબજારમાં કચ્ચરઘાણ સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડુ
(એજન્સી) મુબંઇ તા.૧૩:
૨૦૨૬નું વર્ષ ભારતીય શેરબજાર માટે ખૂબ જ અસ્થિર સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક અનિતિતાઓ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે, બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે, ભારતીય બજારના કુલ માર્કેટ કેપમાં આશરે ડોલર ૫૩૩ બિલિયન (આશરે રૂા.૪૯ લાખ કરોડ)નો ઘટાડો થયો છે. આ ઘટાડો છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી મોટો માનવામાં આવે છે.
અગાઉ, ૨૦૧૧ માં, ભારતીય બજારમાં સમગ્ર વર્ષ દરમિયાન માર્કેટ કેપમાં આશરે ૬૨૫ બિલિયનનું નુકસાન થયું હતું. પરિણામે, ૨૦૨૬ માં અત્યાર સુધીનો ઘટાડો નોંધપાત્ર માનવામાં આવે છે.
દરમ્યાનમાં આજે પણ શેરબજારમાં કચ્ચરઘાણ વળી ગયો છે. સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડુ નોંધાયું છે. અને રોકાણકારોના લાખો કરોડ સ્વાહા થઈ ગયા છે.


