દ્વારકામાં યોજાયેલા ૧૨૨માં નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં ૧૫૨ દર્દીઓએ લાભ લીધો

દ્વારકામાં યોજાયેલા ૧૨૨માં નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં ૧૫૨ દર્દીઓએ લાભ લીધો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૩
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા અને પૂજ્યશ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ - રાજકોટ, માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો. મે. ચે.ટ્રસ્ટ, દ્વારકા તેમજ દ્વારા તા.૧૦-૩-૨૦૨૬ના રોજ યોજાયેલ ૧૨૨માં નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં કુલ ૧૫૨ દર્દીઓને તપાસી ટ્રીટમેન્ટ આપેલ જે પૈકી ૬૩ દર્દીઓને મોતીયાના ઓપરેશનની આવશ્યકતા હોય, તેવા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ નિ:શુલ્ક મોતિયાનું ઓપરેશન કરાવી, નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી પરત દ્વારકા લાવવામાં આવેલ. દર્દીઓને લાવવા - લઈ જવા, રહેવા, જમવાની સુવિધા પણ વિનામૂલ્યે રાખેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેશભાઈ જેઠાલાલ દત્તાણી, રાજેન્દ્રસિંહ નીલા, અશ્વિનભાઇ ગોકાણી, કે.જી. હિંડોચા, પ્રવિણભાઈ, પ્રતાપભાઇ તેમજ મનીષાબેન, કિરણબેન એમ. સૌ કાર્યકરોએ જહેમત ઉઠાવેલ. આ કેમ્પમાં શ્રી સ્વામીનારાયણ આશ્રમ ના પૂજ્ય ગોવિંદ પ્રસાદ સ્વામી તથા કે. પી. સ્વામી દ્વારા શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવેલ હતા.