બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે ચુંટણી : જૂનાગઢનાં વકીલોમાં ભારે ઉત્સાહ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે ચુંટણી : જૂનાગઢનાં વકીલોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ તા. ૬
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે પ્રતિષ્ઠાનાં જંગ સમી ચુંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાતનાં વિવિધ શહેરોમાં આવેલા બાર એસો.માં સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં પણ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે આજે ૧૦.૩૦ થી પ વાગ્યા દરમ્યાન વકીલ મિત્રો દ્વારા મતદાન કરવામાં આવી રહેલ છે અને પસંદગીના ઉમેદવારને મત આપવામાં આવી રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીનાં પડધમ સંભળાતા જ વકીલોમાં ઉત્સાહ પ્રવર્તી ગયો હતો. અને ઉમેદવારોનાં પ્રચાર તંત્રમાં સોશ્યલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને છેલ્લી ઘડી સુધી સતત પ્રચાર થઈ રહયો હતો. જૂનાગઢ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે આજે મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે વકીલ મિત્રોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. ધીંગુ મતદાન થઈ રહયું છે.