બ્રાઝિલની સુપ્રિમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિને ર૭ વર્ષની જેલની સજા ફટકારી

બ્રાઝિલની સુપ્રિમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિને ર૭ વર્ષની જેલની સજા ફટકારી
NEWS ARENA

(એજન્સી)            રિયો,તા.૧૨
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના ૫ાંચ ન્યાયાધીશોની પેનલે પૂર્વ પ્રમુખ જાયર બોલ્સોનારોને સત્તાપલટાનું કાવત્રુ ઘડવાના દોષિત ઠેરવ્યા અને તેમને ૨૭ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી. ૨૦૨૨ની ચૂંટણી હાર્યા બાદ બોલ્સોનારો પર ગેરકાયદેસર રીતે સત્તામાં રહેવા માટે દેશમાં બળવાનું કાવતરૂ ઘડવાનો આરોપ લાગ્યો હતો. આ ર્નિણયથી તેમના દ્વારા સ્થાપિત જમણેરી પોપ્યુલિસ્ટ આંદોલનને મોટો ફટકો પડ્યો છે. અહેવાલ મુજબ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના ૫ાંચ ન્યાયાધીશોની પેનલે બોલ્સોનારોને દેશની લોકશાહી પર હુમલો કરવાના દોષિત ઠેરવ્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પૂર્વ પ્રમુખ આવા આરોપમાં દોષિત ઠર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ર્નિણયની સખત નિંદા કરી છે. બોલ્સોનારોને દોષિત ઠેરવવા પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને બોલ્સોનારોના કાનૂની પડકારોની તુલના પોતાની સાથે કરતાં 
કહ્યું કે "આ બરાબર એવું જ છે જેવું તેમણે મારી સાથે કરવાનો પ્રયાસ કર્યો હતો.