બ્રહ્માકુમારીજ દ્વારા જૂનાગઢના દોલતપરામાં ચૈતન્ય દેવીઓનાં દિવ્ય દર્શનની ઝાખીનો ભવ્ય શુભારંભ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ‘ચૈતન્ય દેવીઓના દિવ્ય દર્શનની ઝાંખી’નો ગઈકાલે ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શુભારંભ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી બીનાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ ધામિર્ક અને આધ્યાત્મિક આયોજનમાં માતાજીનાં વિવિધ સ્વરૂપોનાં ચૈતન્ય દર્શન કરાવવામાં આવી રહ્યાં છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ઝાખી ના ઉદઘાટન પ્રસંગે બ્રહ્માકુમારી બીના બેને ભાવિકો ને સંદેશ આપતા કહ્યું હતું કે આપણે શિવની શક્તિઓ દેવીઓના આશીર્વાદ મેળવવા શ્રદ્ધાપૂર્વક આરાધના પૂજા વ્રત ઉપવાસ કરીએ છીએ , બ્રહ્માકુમારીજ વિધાલય નું લક્ષ છે કે ન નર એવી કરણી કરે જે નારાયણ બની શકે ,નારી એવી કરણી કરે તો શ્રી લક્ષ્મી બની શકે. તો આપણે દેવીઓના ફક્ત આશીર્વાદ લેવા માટે જ નહીં પરંતુ આપણે આપણા જીવનમાં એવા દિવ્ય દેવી ગુણોને ધારણ કરીએ કે જેથી આપણું જીવન મનુષ્યમાંથી દેવતા જેવું બની જાય અને સૌથી મોટું વ્રત એ પવિત્રતાનું વ્રત છે એમને જીવનમાં ધારણ કરીએ અને જ્યાં પવિત્રતા છે ત્યાં જીવનમાં ઓટોમેટીક સુખ શાંતિ છે જ. રાજયોગના માધ્યમથી આપણે આપણા જીવનને વ્યસનનો વિકારોથી મુક્ત બની દેવી ગુણો ધારણ કરી સહજ રીતે દેવતુલ્ય જીવન બનાવી શકીએ છીએ. આ આયોજનનો મુખ્ય હેતુ લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ, શ્રદ્ધા અને સંસ્કારોનું સિંચન કરવાનો છે. ચૈતન્ય દેવીઓનાં દિવ્ય દર્શન દ્વારા ભાવિકોને ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ પ્રાપ્ત થશે. જૂનાગઢ તથા આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો આ દિવ્ય દર્શનનો લાભ લઈ શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઝાંખી ના દર્શન ૧૬ થી ૧૯ ઓક્ટોબર સુધી રાત્રે ૯ થી ૧૧ ખુલ્લા રહેશે. આ પ્રસંગે ભાવિકોને ચૈતન્ય દેવીઓનાં દિવ્ય દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


