મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં કરૂણ મૃત્યુ
આજે સવારે ૮.૪પ કલાકે બનેલી ઘટનામાં મહારાષ્ટ્રના બારામતી ખાતે લેન્ડીંગ સમયે વિમાન ક્રેશ થઈ જતાં અજીત પવાર સહિત પાંચના મોત
(એજન્સી) મુંબઇ, તા. ૨૮
આજે એક કમનસીબ વિમાની દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તથા રાષ્ટ્રવાદી કોંગે્રસના દ્ગઝ્રઁ વડા અજીત પવારનું નિધન થયું છે. પવાર મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા તે સમયે બારામતી નજીક એક ખાનગી એરપોર્ટ ઉપર ઉતરાણ કરતા સમયે તેમનું વિમાન અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં પવાર ઉપરાંત
તેમના પર્સનલ સેક્રેટરી તથા એટેન્ડન્સ તથા વિમાનના બંને પાયલોટના મૃત્યુ નિપજયા છે.
આ દુર્ઘટના આજે સવારે ૮.૪પ કલાકે બની હતી. જેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતા અજીત પવાર બારામતીમાં યોજાઇ રહેલી જિલ્લા પરીષદની ચૂંટણીમાં પ્રચાર માટે જઇ રહ્યા હતા અને તે તેમની અંતિમ સફર બની રહી હતી. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ પવારનું
ચાર્ટર્ડ પ્લેનનું ક્રેશ લેન્ડીંગ
થયા બાદ વિમાન સંપૂર્ણ રીતે આગમાં લપેટાઇ ગયું હતું.
દુર્ઘટનાની જાણ થતા જ વિમાની મથક અને બારામતી ફાયર બ્રિગેડ સહિતની બચાવ ટીમ દોડી ગઇ હતી પરંતુ કોઇને બચાવી શકાયા ન હતા. પવારના નિધનથી મહારાષ્ટ્રમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. તેઓ રાજયના મરાઠા નેતા તરીકે જાણીતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા મહારાષ્ટ્રમાં પણ મુખ્યમંત્રી રહી ચુકેલા શરદ પવારના ભત્રીજા હતા.
તેઓ રાજયમાં પાંચમી વખત નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ૬૭ વર્ષના અજીત પવાર મહારાષ્ટ્રમાં સૌથી લાંબો સમય સુધી અલગ અલગ સમયગાળામાં નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ ધરાવે છે.
અજિત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં જનસભાને સંબોધવા જઈ રહ્યા હતા. શરદ પવાર મુંબઈમાં અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા. અકસ્માતની જાણ થતા જ તેઓ સમગ્ર પરિવાર સાથે બારામતી જવા રવાના થઈ ગયા હતા. પરિવારના બાકીના સભ્યો તેમના મુંબઈ નિવાસસ્થાને જવા રવાના થયા છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર ૫ાંચ લોકો અજિત પવાર: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, એચસી વિદિત જાધવ: અજિત પવારના અંગત સુરક્ષા અધિકારી (ઁર્જીં), કેપ્ટન સુમિત કપૂર: પાઇલટ, કેપ્ટન શાંભવી પાઠક: પાઇલટ, પિંકી માલી:
ફ્લાઇટ એટેન્ડન્ટનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.


