રાણાવાવ બાયપાસ પરથી બોલેરામાંથી વિદેશી દારૂ બોટલ નંગ 804 ઝડપાઈ : ચાલક ફરાર

રાણાવાવ બાયપાસ પરથી બોલેરામાંથી વિદેશી દારૂ બોટલ નંગ 804 ઝડપાઈ : ચાલક ફરાર

(પ્રતિનિધિ દ્વારા) ગોસા(ઘેડ) તા.25
રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી કુલ રૂા.6,49,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જ્યારે ગાડી ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. રાણાવાવ પોલીસે અજાણ્યા બોલેરો ચાલક સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.