શંકા સાચી ઠરી : અનેક ચીજ-વસ્તુઓમાં જીએસટીના ઘટાડાનો લાભ મળી રહ્યો નથી

શંકા સાચી ઠરી : અનેક ચીજ-વસ્તુઓમાં જીએસટીના ઘટાડાનો લાભ મળી રહ્યો નથી

(એજન્સી)       નવી દિલ્હી,તા.૫
કેન્દ્ર સરકારે નવરાત્રીના પ્રથમ દિવસે અંદાજીત ૪૦૦ જેટલી ચીજવસ્તુઓના જીએસટીમાં ઘટાડો કર્યો હતો તેનો દોઢ મહિનો થઈ ગયો હોવા છતાં અનેક ચીજોમાં ગ્રાહકોને જીએસટી ઘટાડાનો લાભ મળ્યો નહીં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કાર જેવી ચીજો પર જ મુખ્યત્વે લોકોને જીએસટી ઘટાડાનો લાભ થયો છે.
લોકલ સર્કલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે, રીટેઈલ દુકાનોમાં વેચાતા માલસામાન પર જીએસટી ઘટાડાનો લાભ મળ્યો નથી અને માત્ર કાર જેવી અમુક પ્રોડકટ-ચીજવસ્તુઓમાં જ ટેકસઘટાડા રૂપે કિંમતો ઘટી છે. પેકેજડ ફુડ કેટેગરીને લાગેવળગે છે ત્યાં સુધી ૪૨ ટકા ગ્રાહકોએ એમ કહ્યું કે, કિંમતમાં કોઈ ઘટાડો નથી. જયારે ૩૩ ટકા લોકોએ આંશિક લાભ મળતો હોવાનું કહ્યું હતું. માત્ર ૧૩ ટકા લોકોએ સંપૂર્ણ લાભ મળતો હોવાનું જાણવા મળ્યું છે.