હવે જૂના ટાઉનહોલનાં સ્થાને જ નવો બનાવવા મનપા દ્વારા જાહેરાત, કરોડોનાં ખર્ચે રીનોવેશન કર્યા બાદ ફરી કરોડો રૂપિયાનું આંધણ થશે
શહેરમાં ચોમાસા પૂર્વે વોકળા સાફ કરવાનો ખર્ચ રૂા. ર.ર૩ કરોડનો : વિપક્ષના સવાલો સામે શાસકોની બોલતી બંધ થઈ
જૂનાગઢ તા. 19
જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ચોક ખાતે આવેલ શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં પડેલ છે. પરંતુ તેનાં રીનોવેશનનાં ખર્ચા ચાલુ જ છે. કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ટાઉનહોલ તો ફરી શરૂ ન થયો પરંતુ મનપા દ્વારા નવો ટાઉનહોલ બનાવવાની હીલચાલ કરવામાં આવી રહી છે તેની સામે જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ દ્વારા ભારે દલીલો કરવામાં આવી હતી. અને આખરે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દ્વારા જે જગ્યાએ ટાઉનહોલ છે તે પાડીને ત્યાં જ નવો ટાઉનહોલ ફરી બાંધવાની જાહેરાત કરવામાં આવી હતી.
જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની બેઠક ગઈકાલે બપોરે 12.20 કલાકે મળી હતી. જે બોર્ડ બપોરનાં 2.10 કલાક સુધી ચાલ્યુ હતું. ધાર્યા મુજબ જ જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા શાસક પક્ષ સામે 16 જેટલા પ્રશ્નોની જડી વરસાવી હતી જેની સામે શાસક પક્ષ ગેંગેંફેંફેં થઈ ગયુ હતું અને ગોળગોળ જવાબો આપતા શાસક પક્ષની બોલતી બંધ થયાના આ બનાવને લઈને ભારે ચકચાર જાગી ઉઠી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે મળેલા જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના નગર સેવકો 16 જેટલા સવાલો અને દરખાસ્તો લાવ્યા હતાં જેમાં આમ જનતાની સમસ્યાના મુદાઓ ઉપર ગરમાગરમ ચર્ચાઓ અને રજુઆતો બનાવને લઈને ભારે ચકચાર જાગી ઉઠી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે મળેલા જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના નગર સેવકો 16 જેટલા સવાલો અને દરખાસ્તો લાવ્યા હતાં જેમાં આમ જનતાની સમસ્યાના મુદાઓ ઉપર ગરમાગરમ ચર્ચાઓ અને રજુઆતો થઈ હતી. મનપાએ કરેલા કરોડોના ખર્ચાઓનો હિસાબ જનરલ બોર્ડમાં માંગવામાં આવ્યો હતો. જેની સામે શાસકોએ દલીલો કરીને વિરોધ પક્ષનો અવાજ દબાવવા પ્રયાસ કર્યો હતો. મનપાનાં વિરોધ પક્ષના નેતા લલીત પણસારા, મંજુલાબેન પણસારા, અદ્રેમાનભાઈ પંજા, રાવણભાઈ પરમાર, જસવંતીબેન કેશવાલા, શહેનાઝબી મહેમુદમીયા કાદરી, જેનીલાબેન થઈમ, સાદીક કોટલ સહીતના કોંગ્રેસનાં 9 કોર્પોરેટરોએ આમ જતાને સ્પર્શતા પ્રશ્નો રજુ કર્યા હતાં. આ ઉપરાંત ચોમાસા પૂર્વે મનપાની પ્રિમોન્સુન કામગીરીનો મુદો પણ મહત્વનો રહયો હતો. વોકળાની સફાઈ પાછળ મનપાએ કેટલો ખર્ચ કર્યો હતો તેનો હિસાબ માંગવામાં આવ્યો હતો. માત્ર વોકળા સાફ કરવામાં રૂા. 2,23,45,387નો ખર્ચ થયાનું જાહેર કર્યુ હતું. પરંતુ તે કેવી રીતે ખર્ચ થયો તેનો હિસાબ આપી શકયા ન હતા. અને આ મુદે ભારે હોબાળો મચ્યો હતો. શાસકો પાસે કે અધિકારીઓ પાસે તેનો જવાબ ન હતો. આ ઉપરાંત નરસિંહ સરોવરના મેન્ટેન્સનો મુદો પણ ભારે ગરમાગરમી બોલી ગઈ હતી. જયારે જૂનાગઢ મનપા સંચાલીત શહેરનો એકમાત્ર શામળદાસ ગાંધી ટાઉન હોલ જે છલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાંય ટાઉનહોલના રીનોવેશન પાછળ કરોડોનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. અને આ બધો ખર્ચ પાણીમાં ગયો છે. કારણ કે જુનો ટાઉનહોલ કાર્યરત કરવાના બદલે મજેવડી પાસે નવો ટાઉનહોલ બનાવવાની હિલચાલ કરવામાં આવી રહી છે તે સામે વિપક્ષના નેતાએ ધારદાર દલીલો કરી હતી. તેમજ નવો ટાઉનહોલ જયાં બનવાનો છે તે જમીન કોના કહેવાથી મંજુર કરવામાં આવી તેનો જવાબ શાસકો પાસે ન હતો. દરમ્યાન સ્થાયી સમીતીના ચેરમેન પલવીબેન ઠાકરે જણાવ્યું હતું કે જુનો ટાઉનહોલ જે બંધ છે તેનો સ્ટ્રકચર અન સ્ટેબીલીટી રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેથી તે ટાઉનહોલ પાડીને તે સ્થળે નવો ટાઉનહોલ બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ ગઈકાલે વિક્ષપના સવાલો વચ્ચે ગરમાગરમ બની ગયું હતું. અને એક તકે તો શાસકોની બોલતી બંધ થઈ ગઈ હોય તેવો ઘાટ પણ સર્જાયો હતો.


