૩૩ વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઈગર સ્ટેટ‘

૩૩ વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઈગર સ્ટેટ‘

(બ્યુરો)        ગાંધીનગર, તા.૨૬:
ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ૩૩ વર્ષની લાંબી રાહ જોયા પછી, ગુજરાતને ફરી એકવાર ભારતના ટાઇગર મેપ પર સત્તાવાર રીતે સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ એ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને આગામી ૨૦૨૬ વાઘ ગણતરીમાં રાજ્યનો સમાવેશ કરવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે. ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૩ વર્ષથી વાઘની ગેરહાજરી બાદ આ દરજ્જો પરત મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક સાડા ચાર વર્ષનો નર વાઘ કાયમી ધોરણે સ્થાયી થયો છે. વાઘની સતત હાજરી અને તેના અનુકૂળ રહેઠાણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સિંહોની ભૂમિ તરીકે ઓળખાય છે. તે વિશ્વમાં એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગુજરાતમાં પાંચ મુખ્ય સિંહ સંરક્ષિત વિસ્તારો છે, જેને ગીર અભયારણ્યનો ભાગ માનવામાં આવે છે. ગુજરાતમાં પાંચ મુખ્ય કેન્દ્રો છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, આ સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત વિસ્તાર છે.