આજે સાંજે સેજ-તાજીયા પડમાં આવશે : આવતીકાલે સાંજે પરંપરાગત ઝુલુશ

આજે સાંજે સેજ-તાજીયા પડમાં આવશે : આવતીકાલે સાંજે પરંપરાગત ઝુલુશ

જૂનાગઢ તા.25
જૂનાગઢ શહેર જીલ્લામાં છેલ્લા 10 દિવસથી મોહર્રમની ઉજવણી થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા છે. આજે સાંજે નવાબી સમયની સેજ અને લગભગ 50 થી વધુ તાજીયા પડમાં આવશે અને પોતપોતાના વિસ્તારમાં ફરીને તેના નિયત સ્થાને મુકવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સાંજે 6 વાગ્યે પરંપરા મુજબ તાજીયાનું ઝુલુશ નીકળશે. જે આખી રાત શહેરના રાજમાર્ગો પર ફરીને વહેલી સવારે વંથલી દરવાજા સ્થિત કરબલા ખાતે સંપન્ન થશે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં શહીદોની યાદમાં ઠેર-ઠેર નયનરમ્ય કલાત્મક શબીલો બનાવવામાં આવી છે. જેમાં દરરોજ શરબત, ઠંડાપીણા, ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે. જેનું હજારો લોકો લાભ લે છે. તાજીયાના સમગ્ર રૂટ પર રોશની કરવામાં આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં જેલ રોડ પર અલંકાર ટોકીઝ નજીક શાબીરપીયા યંગ કમિટી દ્વારા બનાવવામાં આવેલ શબીલ દર્શાય છે. તેમજ બાજુની તસ્વીરમાં નાથીબુ મસ્જીદ ચોક નજીક બનાવવામાં આવેલી શબીલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. જૂનાગઢ શહેરમાં લગભગ 100થી વધુ શબીલો બનાવવામાં આવી છે.