એપેસ્ટીન ફાઈલના નવા દસ્તાવેજાે જાહેર ટ્રમ્પ પર સગીરાના યૌન શોષણનો આરોપ

એપેસ્ટીન ફાઈલના નવા દસ્તાવેજાે જાહેર  ટ્રમ્પ પર સગીરાના યૌન શોષણનો આરોપ

(એજન્સી)    વોશિંગ્ટન તા.૦૭
અમેરિકામાં ન્યાય વિભાગે કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. એફબીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં મહિલાએ દાવો કર્યો હતો કે એપસ્ટીને તેની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી. ટ્રમ્પે તેનું યૌન શોષણ કર્યું. તે સમયે તે સગીર હતી. એપ્સ્ટીન ફાઈલનાં પાના અગાઉ જાહેર કરવામાં આવ્યા ન હતા.
એફબીઆઈએ મહિલાના દાવાઓ સંબંધિત ૪ ઇન્ટરવ્યુ કર્યા હતા. પરંતુ શરૂઆતી રિલીઝમાં માત્ર એક ઇન્ટરવ્યુનો સાર દેખાયો, જેમાં મહિલાએ એપસ્ટીન વિરુદ્ધ આરોપો જણાવ્યા હતા. બાકીના ત્રણ ઇન્ટરવ્યુ ગાયબ થવા પર સવાલો ઉઠી રહ્યા હતા.