ઈરાને ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી
(એજન્સી) તહેરાન,તા.૧૦:
ઇઝરાયલે પોતાના ગુપ્તચર અહેવાલમાં દાવો કર્યો છે કે ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધ્યો છે. આ અહેવાલ બાદ ટ્રમ્પ વધુ આક્રમક બની શકે છે.
ઈરાનના માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈના અંતિમ સંસ્કારમાં લોકોએ શોક વ્યક્ત કર્યો અને અમેરિકા સામે બદલો લેવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા. કવિતાઓનું પઠન કરવામાં આવ્યું અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે બદલો લેવાની માંગ કરતા ભાષણો આપવામાં આવ્યા. હવે, ઇઝરાયલે ગુપ્ત માહિતી પૂરી પાડી છે કે ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, ઇઝરાયલે ટ્રમ્પની હત્યા માટે નવા ઈરાની કાવતરાના અહેવાલો શેર કર્યા છે.


