કેશોદ તાલુકાનાં પીખોર ગામનાં વતની ભારત માતાનાં વીર સપૂત ભરતકુમાર દયાતરની લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય : ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ

કેશોદ તાલુકાનાં પીખોર ગામનાં વતની ભારત માતાનાં વીર સપૂત ભરતકુમાર દયાતરની લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય : ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ

જૂનાગઢ તા. ૮
કેશોદ તાલુકાનાં પીખોર ગામનાં વતની અને આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર કરણાભાઈ દયાતર (મહીયા દરબાર)ને વડોદરા ફરજ દરમ્યાન હાર્ટએટેક આવતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થતાં તેમને સંપૂર્ણ માન સન્માન સાથે કેશોદ ખાતે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં પીખોર ગામના મુળ અને હાલ કેશોદનાં ભરતકુમાર કરણાભાઈ દયાતર (મહીયા દરબાર) જે ભારતીય સેનાનાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા તેમનાં ફરજકાળ દરમ્યાન યુધ્ધનાં સમયે માતૃભૂમિની રક્ષા કાજે તેઓએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી અને શરીર ઉપર ગંભીર પ્રકારનાં ઘા પણ ઝીલ્યા હતા. આ દરમ્યાન વડોદરા ખાતે ફરજ દરમ્યાન તેમને હાર્ટ એટેકેનો હુમલો આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવેલ. સારવાર દરમ્યાન તેઓનું મૃત્યું થયું છે અને ભારત માતાએ એક વીર સપૂતને ગુમાવ્યા છે. ભારતીય સેનાનાં વીર શહિદ હવાલદાર ભરતકુમાર કરણાભાઈ દયાતરનાં પાર્થિવ દેહને જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ. સિવિંલ હોસ્પીટલ ખાતેથી સદ્ગતની ર્પાથિક દેહ યાત્રા કેશોદ લઈ જવામાં આવી હતી. પુરા માન સન્માન સાથે આ ર્પાથિક દેહ યાત્રા યોજાઈ હતી. લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ તકે જૂનાગઢ ટ્રાફીક શાખાનાં એએસઆઈ કમલેશભાઈ ભોપાળા અને સ્ટાફનાં બંદોબસ્ત વચ્ચે વીર શહિદની ર્પાથિવ દેહયાત્રા કેશોદ પહોંચી હતી જયાં લશ્કરી સન્માન સાથે તેઓને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ તકે દેશપ્રેમી નાગરીકો, વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, લશ્કરીનાં અધિકારી તેમજ વિવિધ વિભાગનાં પદાધિકારીઓ અને લોકોએ શહિદ વીરને અશ્રૃભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.