ગાંધીનગરમાં કાઠી દરબાર સમાજના વિદ્યાર્થીઓ માટે કાઠીયાવાડ ભવનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો અને કાઠી સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરમાં કાઠી દરબાર સમાજના વિદ્યાર્થીઓ માટે કાઠીયાવાડ ભવનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
કાઠી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને ઉચ્ચ ઓફિસર બની શકે તે માટે કાઠી સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું સેન્ટર કાઠીયાવાડ ભવનનું ગઈકાલે મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કાઠી સમાજની દેહાણ જગ્યાઓના સંતો મહંતો પરમ પૂજ્ય  શ્રી શેર નાથ બાપુ જૂનાગઢ પૂજ્ય વિજય બાપુ સતાધાર પૂજ્ય ભરત બાપુ ધજાડા પૂજ્ય કિશોર બાપુ સોનગઢ પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ર્નિમળાબા પાળીયાદ દિલીપ બાપુ જુના સુરત દેવળ પૂજ્ય દેવું બાપુ મોલડી સહિતના સંતો ઉપસ્થિત રહી અને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. ભવયાતી ભવ્ય કાઠીયાવાડ ભવનના આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કાઠી સમાજ એ શૂરવીરતા સ્વાભિમાન દાન ધર્મ અને ભક્તિની એક સમૃદ્ધ પરંપરાનો વારસો ધરાવે છે જોગીદાસ ખુમાણ દાન મહારાજ વિસામણબાપુ દાદા ખાચર જેવા મહાપુરૂષો કાઠી સમાજ એ આપ્યા છે. આ મહાન લોકોએ પોતાના જીવન અને કાર્યોથી સમાજને શૌર્ય સેવા ત્યાગ શ્રદ્ધાના ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જે આપણા સૌ માટે પ્રેરણા રૂપ છે અને કાઠી સમાજના આ કાર્યની પ્રશંસા કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ રાજકોટના સાંસદ પુરૂષોત્તમ ભાઈ રૂપાલા તે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે ખરેખર કાઠી સમાજનો સુરજ ગાંધીનગરમાં ઉગ્યો છે અને સમાજના આ કાર્યની અને કેડીઇટી ટીમની ભરપૂર પ્રશંસા કરી અને ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પૂજ્ય જોગીદાસ બાપુ ખુમાનને યાદ કરી અને સાવરકુંડલા કાઠી ર્બોડિંગનો પણ ઉલ્લેખ કરી અને સમગ્ર સાવરકુંડલા તાલુકાની જનતા વતી સમાજના કાર્યને ખુશી વ્યક્ત કરી અને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં કાઠી સમાજના દાતાઓનું વિશેષ સન્માન અને બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાઠી સમાજના મોભીઓ વડીલો અગ્રણીઓ ઉચ્ચ અધિકારીઓ ઉદ્યોગપતિઓ સહિત સમાજના યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.