જૂનાગઢ જીલ્લાનાં નવા કલેકટર તરીકે યોગેશ ચૌધરી  અનિલકુમાર રાણાવસીયા કચ્છ-ભૂજ મુકાયા

જૂનાગઢ મ્યુની. કમિશ્નર તેજશ પરમારની સુરત કલેકટર તરીકે બદલી, જૂનાગઢમાં પ્રભવ જાેષી મુકાયા, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલની સાબરકાંઠા બદલી, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે જયંતસિંઘ રાઠોડ મુકાયા

જૂનાગઢ જીલ્લાનાં નવા કલેકટર તરીકે યોગેશ ચૌધરી  અનિલકુમાર રાણાવસીયા કચ્છ-ભૂજ મુકાયા

જૂનાગઢ તા.13
રાજય સરકારનાં સામાન્ય વહિવટી વિભાગ દ્વારા આજે વહેલી સવારે ૭પ આઈએએસની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢનાં ત્રણ ઉચ્ચ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે અને નવી નિમણુંકો આપવામાં આવી છે.
રાજય સરકારનાં સામાન્ય વહિવટી વિભાગ દ્વારા અચાનક આઈએએસ કક્ષાનાં અધિકારીઓની બદલીનો ઘાણવો કરવામાં આવતા જૂનાગઢ જીલ્લા કલેકટર, જૂનાગઢ મ્યુની. કમિશ્નર તેમજ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રામજીભાઈ રાણાવાસીયાને જૂનાગઢથી બદલી કરીને કચ્છ-ભૂજનાં કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે. જયારે વાપીનાં મ્યુની. કમિશ્નર યોગેશ ચૌધરીને જૂનાગઢ જીલ્લા કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ મ્યુની. કમિશ્નર તેજશ દિલીપભાઈ પરમારને જૂનાગઢથી બદલી કરીને સુરત કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે. જયારે જૂનાગઢનાં કમિશ્નર તરીકે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી.નાં પ્રભવ જાેષીને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલને સાબરકાંઠા હિંમતનગરનાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે જયારે પ્રોજેકટ એડમીનીસ્ટેટર ટ્રાઈબલ એરીયા સબ પ્લાન્ટ સોનગઢથી જયંતસિંઘ રાઠોડને જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

તેજસ પરમાર - પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશન 

યોગેશ ચૌધરી (IAS) - નિયુક્ત જૂનાગઢ જીલ્લા કલેકટર

પ્રભવ જોષી (IAS) - નિયુક્ત જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર