જૂનાગઢ ભાજપ દ્વારા ભવ્ય વિજયનાં વધામણા આઝાદ ચોક ખાતે વિજયોત્સવ મનાવાયો

જૂનાગઢ ભાજપ દ્વારા ભવ્ય વિજયનાં વધામણા આઝાદ ચોક ખાતે વિજયોત્સવ મનાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.પ
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગના ઇન્ચાર્જ સુરેશભાઇ પાનસુરીયાની યાદી જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ, આસામ, પુંડુચેરી વિધાનસભા તેમજ ગુજરાત રાજ્યની ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં નોંધપાત્ર અને ભવ્ય વિજય પ્રાપ્ત કરતા દેશભરમાં કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા તા.૪ મે ૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૬ કલાકે આઝાદ ચોક, જૂનાગઢ ખાતે વિશેષ વિજયોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર રાજકીય જીતની ઉજવણી પૂરતો મર્યાદિત નહોતો પરંતુ લોકશાહીમાં જનસમર્થન, વિકાસમાર્ગી વિચારધારા અને કાર્યકર્તાઓની અવિરત મહેનતનો સન્માન સમાન બની રહ્યો હતો. પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમૂરી, મીઠાઈઓ તથા આકર્ષક ફટાકડાઓ સાથે ઉજવાતો આ વિજયોત્સવ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉમંગ ભરી દીધા હતા. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ લોકશાહી વિજયને જનઉત્સવમાં પરિવતિર્ત કરવા હાદિર્ક આમંત્રણ પાઠવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા તેમજ મહાનગર પાલિકાના મેયર ધર્મેશભાઈ પોશીયા, શાસક પક્ષના નેતા મનન અભાણી તેમજ દંડક કલ્પેશભાઈ અજવાણી, ભારતીય જનતા પાર્ટી મહાનગરના મહામંત્રીઓ જયેશભાઈ ધોરાજીયા તેમજ મિલનભાઈ ભટ્ટ, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની ટીમ, મહિલા મોરચાના બહેનો, યુવા મોરચાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ સહકારી અગ્રણી ડોલરભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીના ભાવનાબેન હીરાપર તેમજ ખુબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મહાનગર અધ્યક્ષે જણાવ્યું હતું કે આ વિજય સામાન્ય જીત નહીં પરંતુ જનવિશ્વાસ, સુશાસન અને રાષ્ટ્રહિતની રાજનીતિ પર મૂકાયેલ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આઝાદ ચોક ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરભરના ભાજપ કાર્યકર્તાઓ એકત્રિત થઈ દેશના વિવિધ પ્રદેશોમાં મળેલી સફળતાની ખુશી વ્યક્ત કરી હતી. રાજકીય ઊર્જા, દેશભક્તિ અને ઉત્સવમય વાતાવરણ વચ્ચે યોજાનાર આ કાર્યક્રમ જૂનાગઢ શહેર માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભારતીય જનતા પાર્ટીના આ વિજયોત્સવ દ્વારા એકતા, સંગઠનશક્તિ અને લોકશાહી પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો. જુનાગઢ મહાનગરમાં ઉજવાયેલ આ વિજયોત્સવ રાજકીય ઉજવણી સાથે કાર્યકર્તાઓના ઉત્સાહનો અવિસ્મરણીય પ્રસંગ સાબિત થયો હતો.