દ્વારકામાં ધાબડિયા વાતાવરણમાં મેઘ મહેરની ઈન્તેજારી વચ્ચે માત્ર અમી છાંટણા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.25
રાજયભરમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ગઈકાલે સાંજ સુધીમાં જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ તાલુકાઓમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જયારે કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં માત્ર રોડ-રસ્તા ભિંજાય તેવો છુટાછવાયો વરસાદ નોંધાયો હતો. આ સાથે ધ્રાબડિયા વાતાવરણમાં દ્વારકાના કાંઠાળા વિસ્તારોમાં અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળ્યો હતો અને વિશાળકાય મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ઓખા બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. માછીમારોને સલામતીના ભાગરૂપે અને ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયો ન ખેડવા અને માલસામાન સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી હતી.


