બિગ બોસ ફેમ અનુરાગે લાઈવ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે ૧૫૦ની ઝડપે દોડાવી કાર

અનુરાગ ડોભાલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર માનસિક પ્રતાડના આરોપ લગાવી રહ્યો હતો

બિગ બોસ ફેમ અનુરાગે લાઈવ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે ૧૫૦ની ઝડપે દોડાવી કાર

મુંબઈ, તા.૯
સોશિયલ મીડિયાના જાણીતા ચહેરા અને ‘બિગ બોસ’ ફેમ યુટ્યુબર અનુરાગ ડોભાલ, જે 'The UK07 Rider' તરીકે પ્રખ્યાત છે, શનિવારે એક ભીષણ માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર થયેલી આ ઘટનાથી તેમના લાખો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.શનિવારે બપોરે અનુરાગ ડોભાલ પોતાની ફોર્ચ્યુનર કારમાં ગાઝિયાબાદ સરહદી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો.સોશિયલ મીડિયા પર એક કથિત લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુરાગ તણાવમાં જાેવા મળી રહ્યો છે. આ વીડિયોના આધારે ચર્ચા છે કે, તેણે ઇરાદાપુર્વક કાર અથડાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હોઈ શકે છે.અકસ્માત બાદ પોલીસ અને રાહદારીઓએ અનુરાગને તાત્કાલિક મેરઠની સુભારતી હોસ્પિટલમાં દાખલ કર્યાે હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેના માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ હાલત વધુ બગડતા તેમને દિલ્હીની હાયર સેન્ટર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. અનુરાગ ડોભાલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર માનસિક પ્રતાડના આરોપ લગાવી રહ્યો હતો. ‘બિગ બોસ’ માંથી બહાર આવ્યા બાદ પણ તે અનેક વિવાદોમાં રહ્યો હતો. તેના નજીકના સૂત્રોનું માનવું છે કે ઓનલાઇન ટ્રોલિંગ અને સતત માનસિક તણાવને કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે.