બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓએ રમતગમતમાં મેળવ્યો વિજય

ભેસાણ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ગોળ ફેંક, લંગડી ફાળકૂદ અને 1500 મીટર દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું

બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓએ રમતગમતમાં મેળવ્યો વિજય

જૂનાગઢ, તા. 30:
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની સરકારી માધ્યમિક શાળા (RMSA) બામણગઢની બે વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભેસાણ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં શાળાના કુલ નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીની સુનિતાબેન રાઠવાએ ગોળ ફેંક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન તેમજ લંગડી ફાળકૂદ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
જ્યારે હેમાંશીબેન મકવાણાએ 1500 મીટર દોડ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું હતું.
આ સિદ્ધિ બદલ બંને વિદ્યાર્થીનીઓને સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. કોકિલાબેન ઉંધાડેએ બંને વિજેતા દીકરીઓને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.