ભગવાન શ્રી કૃષ્ણને આર્શિવાદ આપતા પોસ્ટરો જૈનમુની દ્વારા સોશ્યલ મિડીયામાં વાયરલ કરાતા ભારે વિરોધ
મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ જવાબદારો સામે કડક પગલાની માંગ કરી
જૂનાગઢ તા. ૮
તાજેતરમાં જન્માષ્ટમી તહેવાર ઉપર જૈન સંપ્રદાયના જૈન મુનિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને આશીર્વાદ આપતા પોસ્ટરો અને ભાવવંદના કાર્યક્રમ આપી જૈન મુનિ કૃષ્ણ ભગવાનને આશીર્વાદ આપતા હોય એ પ્રકારનીપોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સનાતન અને સંતોમાં ભારે નારાજગી અને આક્રોશ જાેવા મળે છે. અને તેનો જબ્બર વિરોધ કરવામાં આવી રહયો છે. જૈન સમાજ દ્વારા ચોકકસ રીતે ટાર્ગેટ બનાવી અને અવાર નવાર ગતકડા ઉભા કરે છે. ત્યારે આવું કરનારાઓ સામે કડક પગલા ભરવાની માંગણી પણ ઉઠવા પામી છે.
અત્રે નોંધનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ પુર્ણપુરૂષોતમ કહેવાય છે અને એટલા માટે તો આપણે કહીએ છીએ કે કૃષ્ણમં વંદે જગતગુરૂમં તેમાં બધુ આવી જાય છે. જૈન મુનિએ જે પોસ્ટ મુકી છે સોશ્યલ મિડીયામાં તેમાં ભગવાન કૃષ્ણને જૈન મુનીનાં આર્શિવાદ લેતા હોય તેવું દર્શાવ્યું છે. અને જેને લઈને સંતો તેમજ હિન્દુ સમાજમાં પણ ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. દરમ્યાન મહામંડલેશ્વર સુખરામ બાપુએ આ બાબતે ભારે નિંદા સાથે તંત્ર અને સનાતન સમાજ ભારે નારાજગી વ્યકત કરી છે કૃષ્ણ ભગવાન જગત નો નાથ છે એને કોણ આશીર્વાદ આપી શકે જૈન સમાજ છાસવારે આપણા હિન્દુ દેવી-દેવતાઓને અપમાનિત કરવા આવા ગતકડાઓ કરી રહ્યા છે જે નીંદનીય છે અને આ બાબતે આ પોસ્ટ જેણે પણ રિલીઝ કરી છે એની સામે સખતમાં સપ્ત સજા અને પગલા ભરવા તંત્ર અને સરકાર પાસે સુખરામ બાપુએ માંગણી કરેલી છે.


