ભવનાથમાં ગુરૂદત્તાત્રેય જયંતિની ભાવભેર ઉજવણી : પાલખી યાત્રા યોજાઈ
જૂનાગઢ તા. ૪
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભગવાન ગુરૂદત્તાત્રેયની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં પણ ગુરૂદત્તાત્રેય જયંતિની ઉજવણી અંતર્ગત સવારથી જ વિવિધ ધાર્મિક સ્થળોમાં પૂજન, અર્ચન, આરતી, પાદુકા પુજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ત્યારે ભવનાથ ક્ષેત્રમાં ભગવાન ગુરૂદત્તાત્રેયની એક પાલખી યાત્રા પણ આજે યોજવામાં આવી હતી. જેમાં ભવનાથ વિસ્તારનાં સંતો, ભાવિકો ઉપસ્થિત રહયા હતાં.


