પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ફૂલની ડીઝાઇનવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા તેમજ ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાયો

પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ફૂલની ડીઝાઇનવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા  તેમજ  ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી પૂનમ નિમિતે તારીખ: ૦૪-૧૨-૨૦૨૫ને ગુરૂવારના રોજ સાળંગપુરમાં દાદાને ફૂલની ડીઝાઇનવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા  એવં  ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર  કરાવવામાં આવ્યો છે. દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે,દાદાને ૨૦૦ કિલો  તલની સાની ( કચરિયું ) ધરાવામાં આવી તથા એલચી અને શેવંતીના  ફૂલનો હાર પહેરાવ્યો છે. આજે સવારે ૫:૩૦ કલાકે  મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને  સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા  કરવામાં આવી હતી.  આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં ૫ દિવસની મહેનતે ૪ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ફૂલની ડીઝાઇનવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા  એવં  ૨૦૦ કિલો  તલની સાની ( કચરિયું ) ધરાવામાં આવી તથા દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો  સિંહાસને  ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર  કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં ૩ સંતો, ભક્તો અને પાર્ષદોને ૪ કલાકનો સમય લાગ્યો હતો.