માણાવદર તાલુકાના ઈન્દ્રા લીંબુડા ગામ અનેક ખેડૂતોને સિંચાઈનું પાણી એક મહિનાથી નહીં મળતું હોવાની ફરીયાદ

માણાવદર તાલુકાના ઈન્દ્રા લીંબુડા ગામ અનેક ખેડૂતોને સિંચાઈનું પાણી એક મહિનાથી નહીં મળતું હોવાની ફરીયાદ

(પ્રતિનિધી દ્વારા)
માણાવદર તા.૯
માણાવદર તાલુકાના અનેક ગામો માં હાલ નહીવત વરસાદના કારણે ભીષણ દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. જેમાં વરસાદ ની રાહમાં ને રાહમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ એક બાજુ નહીવત વરસાદ બીજી બાજૂ કોય સિંચાઈની અપૂરતી સુવિધાના કારણે પાક થશે નહીં તેવી સંભાવના છે
જેમાં વરસાદની અપેક્ષા એ વાવની કરી નાખી પણ વરસાદ પડ્યો નહીં જેને બોરકુવામાં પાણી હતા તેને પાયા પણ તેમાં પાણી ડુકી જતા ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે જેમાં આજે ખેડૂતો ઈન્દ્રા લીંબુડા ગામ તરફના વિસ્તારમાં ભૂખી ડેમની કેનાલ ઈન્દ્રા લીંબુડા પાસે આવેલી છે જેમાં ખેડૂતો ફરિયાદ કરે છે કે એક મહિના થી સિંચાઈનું પાણી નહીં મળતા આશરે ૧૨૦૦ થી વધુ વિધા જમીનના અનેક ખેડૂતો નો પાક નિષ્ફળ જશે તેવી શક્યતા છે આ માટે વારંવાર સિંચાઈ વિભાગના જવાબદારોની જાણ કરવા છતાં બેદરકારી દાખવી હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ભૂખી ૨ ડેમ સિંચાઈ યોજનામાં આવતા આ કેનાલ ઈન્દ્રા લીંબુડાના ખેડૂતો કોના પાપે પાણીથી વંચિત રહ્યા છે તેની મુખ્ય મંત્રી સુધી તપાસ કરાવે અસંખ્ય ખેડૂતોના ઉભા પાકને નિષ્ફળ બનાવવા રીતસર ખેલ ખેલાય રહયો છે. આજ કેનાલમાં બીજાને પાણી મળે પણ આ ઈન્દ્રા લીંબુડા અને બીજા ગામોના ખેડૂતોને સિંચાઈ પાણી કેમ પહોંચે નહીં? એક મહિના થી ખેડૂતોને પાણી પહોંચાડવામાં સિંચાઈ વિભાગની ભૂમિકા તપાસવી જરૂરી છે. અગાઉ પાણી છોડતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો તપાસ થતી પણ આવે કરવા આવું નથી તેવી ફરિયાદ ઈન્દ્રા લીંબુડા અને બીજા ગામોના લોકો કરે છે માટે બધાને સિંચાઈમાં કેનાલ નું પાણી આપી ઊભા પાક ને બચાવવા પોકર કરી રહ્યા છે. જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે બિયારણ દવા મજૂરી ખર્ચ કરી ખેતી ઉપજ થાય તો જીવન નિર્વાહ ચાલે પણ મૂળભૂત સિંચાઈ પાણી આપવામાં નિષ્ફળ જતા ખેડૂતો આખું વર્ષ ની જીવન નિર્વાહ ચાલે કેમ? તે ચિંતા વ્યક્ત કરી છે. હજી આ તાલુકામાં અનેક ગામો કેનાલ થી વંચિત છે તેને કેનાલ થી જોડી ક્યાંય પાણી મળે તે કરવામાં નેતાઓ નિષ્ફળ ગયા છે માત્ર મતો મેળવાના પણ સિંચાઈનું કંઈ કરતું નથી.