જૂનાગઢ રૂપાયત આશ્રમ શાખા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ

જૂનાગઢ રૂપાયત આશ્રમ શાખા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ

જૂનાગઢ, તા.૯
જૂનાગઢ રૂપાયતન આશ્રમ શાળામાં શિક્ષક દિનની  ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો, વિદ્યાર્થીઓએ તાસ લીધેલ અને આચાર્ય તરીકેની ભૂમિકા પણ ભજવેલ હતી. આ તકે શાળાના આચાર્ય મીનલબેન કાથડ દ્વારા તેમજ શાળા પરિવાર દ્વારા  વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  સી.આર.સી. કો- ઓર્ડીનેટર જસ્મીનભાઈ પિઠડીયાએ પણ હાજરી આપી કાર્યક્રમને વધુ સફળ બનાવેલ હતો.