માણાવદર હાઇવે પરથી રૂા.૮.૬૨ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

માણાવદર હાઇવે પરથી રૂા.૮.૬૨ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૪
જૂનાગઢ નાયબ પોલીસ મહાનીરીક્ષકની કચેરીના સ્ટાફે માણાવદર રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલ વડાસાડા ગામ નજીકથી અશોક લેલન કંપનીના બડા દોસ્ત વાહનમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધેલ જયારે એક નાસી છુટતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ડીઆઈજી સ્ટાફે માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરી ઝડપી પાડી. વાડાસડા ગામની સીમમાં નેશનલ હાઇવે ૨૭ પર વોચ ગોઠવી શંકાસ્પદ વાહનને રોકવામાં આવ્યું જેમાં ચેકીંગ હાથ કરતા અશોક લેલન કંપનીના બડા દોસ્ત વાહન નં.GJ-37-T-7291માંથી ૭૫૦ એમ.એલ.ની ૧૦૫ પેટીઓ કુલ ૧,૨૬૦ બોટલો વિદેશી દારૂ કિ.રૂા.૮,૬ર,પ૦૦ સહિત વાહન અને મોબાઈલ સહિત કુલ રૂા.૧ર,૬૮,૦૦૦નો મુદ્દામાલ સાથે ઈમરાન આરીફ સોલંકીને અટક કરેલ જયારે વાહન ડ્રાઈવર ફૈઝલ રહે.રેલનગરવાળો નાસી છુટયો હતો.  આ દારૂનો જથ્થો મહેબુબ મીર રહે.જંગલેશ્વર રાજકોટવાળાએ મોકલ્યાનું ખુલતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.