ર૦રપમાં વિશ્વમાં ૧ર૮ પત્રકારોની હત્યા થઈ

ર૦રપમાં વિશ્વમાં ૧ર૮ પત્રકારોની હત્યા થઈ

(એજન્સી)    નવી દિલ્હી તા.૨: 
પત્રકારોની સુરક્ષા માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા ૈંહ્લત્ન ના અંતિમ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ માં કુલ ૧૨૮ પત્રકારો અને મીડિયાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. આ આંકડામાં ૧૦ મહિલા પત્રકારોનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, કુલ મૃત્યુના ૫૮ ટકા હિસ્સો માત્ર મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને અરબ દેશોમાં નોંધાયો છે, જે આ પ્રદેશને પત્રકારો માટે વિશ્વનો સૌથી ખતરનાક વિસ્તાર બનાવે છે. રિપોર્ટ અનુસાર, એકલા પેલેસ્ટાઈન (ગાઝા) માં ૫૬ પત્રકારો માર્યા ગયા છે. આ પત્રકારો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ કરી રહ્યા હતા.  યમનમાં ૧૩ પત્રકારોની હત્યા, યુક્રેનમાં ૮ પત્રકારોના મોત, સૂદાનમાં ૬ પત્રકારોની હત્યા, ભારત અને પેરૂ બંને દેશોમાં ૪-૪ પત્રકારો માર્યા ગયા, પાકિસ્તાન, મેક્સિકો અને ફિલિપાઈન્સ : દરેકમાં ૩-૩ મોત નોંધાયા. માત્ર હત્યા જ નહીં, પત્રકારોને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે. હાલમાં વિશ્વભરમાં ૫૩૩ પત્રકારો જેલમાં બંધ છે.