વર્ષ ર૦રપમાં દેશમાં ૧૬૬ વાઘના મોત : અસ્તિત્વ પર સંકટ

વર્ષ ર૦રપમાં દેશમાં ૧૬૬ વાઘના મોત : અસ્તિત્વ પર સંકટ

(એજન્સી)           ભોપાલ તા.૨: 
વિશ્વમાં વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત માટે વર્ષ ૨૦૨૫ ચિતાજનક રહ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (દ્ગ્ઝ્રછ)ના તાજેતરના આંકડા અનુસાર, ગત વર્ષે દેશમાં કુલ ૧૬૬ વાઘનાં મોત થયા છે, જે વર્ષ ૨૦૨૪ (૧૨૬ મોત)ની સરખામણીએ ૪૦ વધુ છે. ‘ટાઈગર સ્ટેટ‘ તરીકે જાણીતા મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૫૫ વાઘનાં મોત નોંધાયા છે.
કુલ ૧૬૬ મૃત વાઘોમાં ૩૧ બચ્ચા હતા, જે ચિંતાનો વિષય છે. વર્ષની શરૂઆત ૨ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં એક વાઘના મોતથી થઈ હતી, જ્યારે વર્ષનો છેલ્લો કિસ્સો ૨૮ ડિસેમ્બરે મધ્યપ્રદેશના ઉત્તર સાગરમાં નોંધાયો હતો. વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાઘની વસ્તીમાં ઝડપી વધારો થવાને કારણે હવે જંગલોમાં તેમની વચ્ચે ‘ટેરિટોરિયલ ઇનફાઇટિગ‘ (વિસ્તાર કબજે કરવાની લડાઈ) વધી છે. નિષ્ણાત જયરામ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘‘વાઘની સંખ્યા સંતૃપ્ત બિદુએ પહોંચી ગઈ છે.