ર૦રપનું વર્ષ દેશનું ૮મું સૌથી ગરમ વર્ષ રહ્યું
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦:
ભારતમાં હવામાનની દ્રષ્ટિએ ૨૦૨૫ ગરમ વર્ષ હતું. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) અનુસાર, આ વર્ષ દેશનું આઠમું સૌથી ગરમ વર્ષ હતું. વર્ષનું સરેરાશ તાપમાન લાંબા ગાળાના સરેરાશ કરતાં ૦.૨૮ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. નોંધપાત્ર વાત એ છે કે, આ ગરમ વર્ષ એવા સમયે આવ્યું
જ્યારે ન તો મજબૂત અલ
નીનો હતો કે ન તો ભારે
ગરમી. આમ છતાં, સમગ્ર વર્ષ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું, જે દેશમાં બદલાતા હવામાન પેટર્ન સૂચવે છે.ભારે વરસાદ, પૂર, કરા, ભૂસ્ખલન, વીજળી, વાવાઝોડા અને ગરમીના મોજાને કારણે કુલ ૨,૭૬૦ મૃત્યુ થયા હતા
૨૦૨૪ સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. , જ્યારે તાપમાન સરેરાશ કરતાં ૦.૬૫ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ૈંસ્ડ્ઢ અનુસાર, છેલ્લા ૧૫ વર્ષોમાંથી ૧૦ સૌથી ગરમ વર્ષ રહ્યા છે, જેમાં ૨૦૧૬ થી ૨૦૨૫ સુધીનો દાયકો સૌથી ગરમ દાયકો સાબિત થયો છે. ૈંસ્ડ્ઢ અનુસાર, ૨૦૨૫માં દેશનું સરેરાશ
તાપમાન ૧૯૯૧-૨૦૨૦ના સરેરાશ કરતાં ૦.૨૮ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. નિષ્ણાતો કહે છે કે આ દર્શાવે છે કે ભારતમાં ગરમીનું વલણ સતત વધી રહ્યું છે.


